Friday, 23 September 2016

“તમે”


“તમે”


ખીલે છે પુષ્પો જ્યા સદાય પ્રેમના
વિતાવ્યો સમય એવો તારા સાથમા.

કરી કિંમત અમારી આ દુનિયાએ રાખમાં,
સચવાઇ યાદો અમારી તમારા હાથમા.

આવી ગયું એક ઝાકળ તમારી આંખમા,
ત્યાં પીંખયું એક પીંછું પંખીની પાંખમાં.

હો સાથ તમારો તો લાગે રણ ફેરવાયું બાગમાં,
છો દૂર તો લાગે જીવીએ અમે આગમાં.

એમ તો કૈંક કર્યું એવું કે પૂરાયો રાગ સાગમાં,
વગાડીતી વાંસળી પણ રાધા માટે રાગમાં.

-                                        -કવિતા પટેલ

1 comment:

  1. itz just grt way of describe your thought... keep doing nd keep rocking didi...

    ReplyDelete