“દીપ-કવિ”
આજ
ખીલી છે કુદરત સોળે કળાએ,
થઇ
નદી અધીરી મળવા સાગરને વેળાએ.
ખબર
નથી કંઇ મને કર્યૉ કોણે ચમકાર,
આભમા
વેરાયો ગુલાલ ને બની ગયો મારો ધબકાર.
આજ
રંગત મળી ગઇ છે પાનખરની દુનિયાને,
કારણ
સંગત તમારી થઇ છે અમારી મુનિયાને.
લાખો
વેડફતાં મળશે કાચના સંબંધો આ દુનિયાના,
મળશે
નહિ યાર સાચ્ચો તાંતણામાં આ જગતના,
મળ્યું
રતન સંભાળી લેજો, સાચવજો આ દિલમાં,
કેદ
રાખજો એની સ્મ્રૃતિને દિલની તિજોરીમાં.
કહે
છે “કવિ” આ જગતને મળશે ન ‘યાર’
દીધા
પછી મને એનો ખૂટી ગયો આયખો ભંડાર.
- કવિતા પટેલ
awesome...
ReplyDelete